નબળા વર્ગો માટે સુખનું સરનામું એટલે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના: મોરબી જિલ્લામાં ગત વર્ષે ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯.૧૦ લાખની આર્થિક સહાય અર્પણ

રાજ્યના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આવાસો પૂરા પાડવાના ઉમદા આશય સાથે ગુજરાત સરકારની ‘ડો. આંબેડકર આવાસ યોજના’ અમલી છે.

આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧૯૫ લાભાર્થીઓને રૂ. ૮૯,૧૦,૦૦૦ ના આર્થિક સહયોગથી પાકાં આવાસ સાથે સુખનું સરનામું મળ્યું છે.

સરકારની આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં પ્રથમ હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૨૦.૪૦ લાખબીજા હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૪૯.૮૦ લાખત્રીજા હપ્તાના ૫૮ લાભાર્થીઓને રૂ. ૧૮.૮૦ લાખ અને ચોથા હપ્તાના ૧ લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

 

તાલુકાવાર છણાવટ કરીએ તોમોરબી તાલુકામાં સૌથી વધુ ૮૫ લાભાર્થીઓને રૂ. ૩૮,૮૦,૦૦૦/-વાંકાનેર તાલુકામાં ૪૨ લાભાર્થીઓને રૂ. ૨૦,૨૦,૦૦૦/-હળવદ તાલુકામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧૦,૭૦,૦૦૦/-ટંકારા તાલુકામાં ૨૮ લાભાર્થીઓને રૂ. ૧૧,૪૦,૦૦૦/- તેમજ માળિયા તાલુકામાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૮,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવીને ઘરવિહોણા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.

 

આ યોજના અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોયઅથવા તદ્દન કાચું ગાર-માટીનુંઘાસપૂળાનું કે કુબા ટાઈપનું રહેઠાણ અયોગ્ય મકાન ધરાવતા હોય તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માંગતા હોયતેમને નવું મકાન બનાવવા માટે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. જેમાં વહીવટી મંજૂરીના હુકમ સાથે પ્રથમ હપ્તો રૂ. ૩૦,૦૦૦/-પ્લિન્થ લેવલ પૂર્ણ થયેથી બીજો હપ્તો રૂ. ૮૦,૦૦૦/-રૂફ કાસ્ટ (ધાબા) લેવલે ત્રીજો હપ્તો રૂ. ૧૫૦,૦૦૦/- અને શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી ચોથો હપ્તો રૂ. ૧૦,૦૦૦/- સીધો બેંક ખાતામાં જમા કરી નગરજનોને આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થી કે પરિવારના સભ્યોએ અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

 

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પણ આ યોજનાનો વ્યાપ વધારવા માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નાગરિકોએ સરકારશ્રીના અધિકૃત પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે અને વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો જેવા કે ઓળખપત્રરેશનકાર્ડજાતિ અને આવકનો દાખલોરહેઠાણનો પુરાવોજમીન માલિકીનો દસ્તાવેજતલાટીશ્રીની સહીવાળો ચતુર્દિશા નકશો અને ખુલ્લા પ્લોટ કે જર્જરિત મકાનનો ફોટો ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. આ યોજના અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે અરજદારો રૂમ નં. ૨૧૭સમાજ કલ્યાણ શાખાજિલ્લા પંચાયતમોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકે છે.

‘ડો. આંબેડકર આવાસ યોજના’ માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન જ નહીંપરંતુ સમાજના વંચિત વર્ગોને સન્માનભેર જીવવાનું ‘અધિકારરૂપી આવાસ’ પૂરું પાડી રહી છે. મોરબી જિલ્લામાં ૧૯૫ પરિવારોના ચહેરા પરનું સ્મિત આ યોજનાની સફળતાની સાક્ષી પૂરે છે. કાચા કૂબા અને જર્જરિત મકાનોમાંથી પાકા ઘર તરફ પ્રયાણ કરાવીને સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના સાચા અર્થમાં ‘સૌનો સાથસૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરી રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.