


પગાર વધારા સહિતની અનેક પડતર માંગણીના મામલે ટંકારાખાતે હાઈવે ઉપર આંગણવાડી કેન્દૃની મહિલા વકઁરોઍ સરકારની વિરૂધ્ધ દેખાવો કરી કેન્દૃની સરકાર ધોખાબાજ,વિશ્ર્વાસઘાતી હોવાના સુત્રોચાર કરી બેનરો ફરકાવતા ટંકારા પોલીસે ૧૧ મહિલા વકઁરોની અટક કરી પગલા લીધા હતા. છેલા ઘણા મહિનાઑથી સમગ઼ રાજયની આંગણવાડીની મહિલા વકઁરો દ્વારા પગાર વધારા સહિતની અનેક માંગણીઑ કરી લડત ચલાવવામા આવે છે.થોડા સમય પૂવેઁ આ મામલે હડતાલો પણ પાડવામા આવી હતી.સરકાર પક્ષેથી લાલઆંખ કરાયા પછી થોડો સમય માંગણીઑ મામલે વાટાઘાટોથી નિવેડાના પ઼યાસો નિષ્ફળ રહ્યા પછી ફરી શુક઼વારે સાંજે ટંકારા તાલુકાની આંગણવાડીની મહિલા વકઁરો લતીપર ચોકડીઍ ઍકઠી થઈ સરકાર વિરૂધ્ધ દેખાવ કરી કેન્દૃસરકારને ધોખાબાજ,દગાખોર,વિશ્ર્વાસઘાતી સહિતના બેનર ફરકાવી સુત્રોચાર કરતા સ્થાનિક પોલીસે તમામ દેખાવકાર મહિલાઑની અટકાયત કરી પગલા લીધા હતા. અટક કરેલી મહિલા વકઁરો પ઼મુખ રૂક્ષ્મણીબેન ઘોડાસરા,પ઼વિણાબેન દેવમુરારી,વષાઁબેન ભાડજા,નયનાબેન સોલંકી,સુમનબેન કુકરવાડીયા,જાગૄતીબેન શિશાંગીયા,દેવિકાબેન,અસ્મિતાબેન,હષાઁબેન,ભાનુબેન,નિમઁળાબેન ટંકારા પોલીસે ૧૧ મહિલાવકઁરોની અટક કરી પગલા લીધા હતા.

