મોરબીમાં સ્પામાં થયેલી મિત્રતા 19.50 લાખમાં પડી, મહિલા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ

મોરબીમાં રહેતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વિડિઓ ઉતારી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રોકડ સહિત 19 લાખ પડાવ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

મુળ ટંકારા તાલુકાના નસીતપર હાલ મોરબી નંદભૂમિ એરપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષીય રજતભાઈ ભીમજીભાઈ ઝાલરિયા નામના અનાજ કરિયાણા દુકાન ચલાવતા વેપારીએ આરોપી કાજલકુમારી રામજીભાઈ મહતો ચૌહાણ રહે ગુડગાંવ હરિયાણા, કાજલના પતિ તરીકે ઓળખ આપનાર સંજય અને પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે અઢી વર્ષ પૂર્વે મોરબી શનાળા રોડ પર આવેલ ઓસમ સ્પા ખાતે પ્રિયા નામની છોકરી સાથે સંપર્ક થયો હતો અને ફરિયાદીને મિત્રતા થતા તેનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો ચૌહાણ હોવાનું જણાવ્યું હતું ફરિયાદી અપરણિત હોય અને પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી યુવતીએ પરિણીત હોય અને પતિ સાથે છૂટાછેડા લઈને ફરિયાદી સાથે લગ્ન કરવા જણાવ્યું અને સ્પા કામ છોડી દેશે કહ્યું હતું
બાદમાં યુવતીએ રૂ 1 લાખ ઉછીના માંગ્યા હતા માર્ચ 2025 થી એપ્રિલ 2025 સુધી વતનમાં ઘર બનાવવાનું કહીને રૂ 4,50,000 લીધા હતાં અને ફરિયાદી દિલ્હી ગયો ત્યારે હોટેલ રોકાયો અને પરિવારને વાત કરી ન હોવાનું કહીને મળવા ન લઈ ગેસ હતી મોરબી પરત આવી સાતમ આઠમ સમયે કાકીને પૈસાની જરૂર હોવાનું કહીં રૂ 50 હજાર અને 20 હજાર માંગતા બેન્ક ખાતામાં જમા કર્યા હતા
બાદમાં લગ્નની લાલચ આપી જેથી તેને એક જોડી બૂટી રૂ 1,30,000 અને સોનાનું બ્રેસલેટ રૂ 45 હજાર અને બે સોનાની વીંટી 23,500 ની લઈ આપી હતી માર્ચ 25 માં રૂ 70 હજાર અને ઓગસ્ટ માસમાં 90 હજારના મોબાઇલ લઈ આપ્યા હતા

17-11-25 ના રોજ પૈસા માંગતા બેન્ક ખાતામાં 1,60,000 ટ્રાન્સફર કર્યા હતા તેમજ બીજા રૂ 1,50,000 ટ્રાન્સફર કર્યા હતા કાજલે લગ્નના વાયદા આપી રોકડા સહિત કુલ રૂ 19 લાખ પડાવી લીધા હતા અને તે કામ મૂકી વતનમાં જતી રહી અને ફોનમાં ઉધ્ધત વર્તન કરતી હતી પૈસા અને સોનાના દાગીનાની માંગણી કરતા ન્યૂડ ફોટો વિડિઓ છે કહીને ધમકી આપી હતી કોન્ફરન્સ કોલમાં વાત કરાવી જેમાં સંજય નામના વ્યક્તિએ વાત કરી અને ધમકી આપી કે તે મારી પત્ની છે અને ફોન કરી હેરાન પરેશાન ન કરતો તને પૈસા અને મોબાઈલ મળી જસે દિલ્હી આવ તને રૂ 2 લાખ અને આઈ ફોન, પ્રો મોબાઈલ પરત આપી દઈશ અને દિલ્હી જતા સુખરાય પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં ફરિયાદી અને તેના મિત્ર આશિષ વિરુદ્ધ ખોટી અરજી કરી બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને મોરબી પરત આવી ગયા હતા આમ પ્રેમજાળમાં ફસાવી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ફોટો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સમયે રૂ 17,78,500 રોકડ તેમજ સોનાના દાગીના સહિત 19 લાખ પડાવી લીધા હતા સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.