

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની મોરબી સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાર માસથી લડત ચલાવી રહેલા ખેડૂતોએ પીએમ મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કર્યું હતું
મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષા અને તાલુકા તેમજ ગામોમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેતપુર ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીના ખેડૂતોએ પૂતળા સહન કર્યું હતું ચાર માસથી વધુ સમયથી વીજ લાઇન વળતર મામલે લડત છતાં સરકાર મચક આપતી નથી ત્યારે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

