દિવાળી નિમિતે મોરબીમાં HIV પીડિત સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટ-ફળોનું વિતરણ

 

દિવાળીના તહેવારને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ તેમજ બાળકો માટે ન્યુટ્રીશન કીટ અને ઋતુગત ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં મોરબીના સ્થાનિક દાતા દ્વારા બહેનોને ૫૦ કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન. પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અનમોલ ટ્રસ્ટના TI ના સ્ટાફ દ્વારા મદદરૂપ થયા હતા તેમજ કાર્યક્રમમાં ડીટીઓ એન એન ઝાલા, ડીસ્ટ્રીકટ સુપરવાઈઝર દીપકભાઈ મકવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

સેવાકાર્ય કાર્યક્રમમાં ડોક્ટર વિપુલભાઈ કારોલીયા, ડોક્ટર દિશાબેન પડાલીયા, પીયુશભાઇ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા HIV દવાનું મહત્વ, પોષ્ટિક આહરનું મહત્વ, માતાનું દૂધનું મહત્વ અને ચેપ વિષે માહિતી આપવામાં આવી હતી ને બાદમાં મહેમાનોને હસ્તે કીટ વિતરણ કરી હતી

 

Leave A Reply

Your email address will not be published.