મોરબીના રફાળેશ્વર પાસેથી ટેમ્પોમાં ભૂસાની આડમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો

 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીકથી આઈસર ટેમ્પોમાં ભૂસાની આડમાં છુપાવેલ ૧૮૧૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો સહીત ૧૦.૨૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રફાળેશ્વર ગામ નજીક ભવ્ય હોટેલ બાજુમાં બંધ પડેલ આઈસર શંકાસ્પદ હોય જેથી ટીમે સ્થળ પર પહોંચી આઈસર ટેમ્પોમાં તલાશી લેતા ભૂસાના બાચકાની આડમાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે દારૂની ગણતરી કરતા ઈંગ્લીશ દારૂ ૧૫૧ પેટી દારૂ બોટલ નંગ ૧૮૧૨ કીમત રૂ ૬,૭૯,૫૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને આઈસર જીજે ૦૩ વાય ૬૮૬૨ કીમત રૂ ૨.૫૦ લાખ મળીને કુલ રૂ ૧૦,૨૯,૫૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આઈસર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જે કામગીરીમાં તાલુકા ઇન્ચાર્જ પીઆઈ પી.એ.દેકાવાડીયા, પીએસઆઈ વી જી જેઠવા, મણીલાલ ગામેતી, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અશ્વિનભાઈ ઝાપડીયા, મહેશભાઈ, જયેશભાઈ ચાવડા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, ચતુરભાઈ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી

 

Leave A Reply

Your email address will not be published.