ટંકારામાં મહિલાના ડોકમાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર સહીત બે ઝડપાયા

 

ટંકારાના મીતાણા નજીક ચાલુ રીક્ષાએ મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપના બનાવની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મોરબી એલસીબી ટીમે ચીલઝડપ કરનાર આરોપીને ઝડપી લઈને ઢાળિયો કરી વેચનાર સોની સહીત બે ઇસમોને ઝડપી લઈને ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

ગત તા. ૦૪ ના રોજ પલાસ ગામના ધુનાબેન હકાભાઇ ગમારા ટંકારા રાજકોટ હાઈવે પર રીક્ષામાં બેસી જતા હતા ત્યારે મીતાણા ઓવરબ્રિજ પાસે ચાલુ રીક્ષાએ બાઈકમાં આવેલ ઇસમેં ગળામાંથી સોનાનો ચેન જેની અંદાજીત કીમત રૂ ૧.૨૫ લાખ ઝૂંટવી નાસી ગયો હતો ટંકારા પોલીસે ચીલઝડપના બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ માધ્યમ અને હુમન સોર્સીસના માધ્યમથી તપાસ કરતા ગુનાને અંજામ આપનાર ઇસમ સંદીપ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે રાજકોટ વાળો તેના મકાનથી મળી આવ્યો હતો

ચીલઝડપ કરેલ સોનાનો હાર રાજકોટ શ્રીકાંતભાઈ સોની રહે રાજકોટ વાળાને વેચી નાખ્યો હતો જે સોનાનો ઢાળિયો ૨૨ કેરેટનો હોય જેનું વજન ૨૩.૬૬૦ ગ્રામ બજાર કીમત રૂ ૩.૩૧ લાખ ગણી કબજે કર્યો હતો તેમજ ઢાળિયાના રૂપિયા મેળવેલ તે પૈકીના રોકડ રૂ ૩ લાખ અને ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૩ એનઈ કીમત રૂ ૫૦,૦૦૦ મ,અલીને કુલ રૂ ૬,૮૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સંદીપ જીતેન્દ્ર પંડ્યા અને શ્રીકાંત હેમંત સોની રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને ટંકારા પોલસી મથકને સોપવામાં આવ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.