મોરબી જિલ્લા કલેક્ટર ખાતે સ્ટાફ વચ્ચે ટાઈપિંગ સ્પર્ધા યોજાઈ; કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતનાએ ભાગ લીધો

 

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી હેઠળ આવતા તમામ વિભાગોના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કલેક્ટર સહિત કુલ ૧૯ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

આ ટાઈપિંગ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને એક ૧૦૦૦ શબ્દોનો પરિપત્ર આપવામાં આવ્યો હતો જે નિયત નમૂના મુજબ ટાઈપિંગ એક્યુરેસી સાથે ઈ-સરકારમાં અપલોડ કરવાનો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા તથા ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈ-સરકાર કામગીરીને પ્રોત્સાહન આપવા તથા સરકારી કચેરીની દરેક કામગીરી ઝડપી, પારદર્શક અને ડિજિટલ બને તે હેતુથી આ ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.