

મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી, ટ્રસ્ટ ૩, નવાડેલા રોડ મોરબી ખાતે ૧૯૯ મો કેમ્પ દાતા સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી પરિવાર અને સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર મોરબી હસ્તે મેહુલ પ્રફુલભાઈ દોશીના સહયોગથી યોજાશે
તા. ૩૦ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૩૧ ને રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને જોઈ તપાસીને વિનામૂલ્યે માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી લેવું અને તપાસ કરાવવા આવો ત્યારે કેશ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે


