

મોરબીના ગોકુલ નગર કાળભેરવ મંદીર પાછળ વેચાણ અર્થે રાખેલી દેશી દારૂની કોથળીઓ સાથે એક આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે બાતમીના આધારે તપાસ કરી ગોકુલ નગર કાળભેરવ મંદીર પાછળ દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકામા ૫ લીટરની ક્ષમતા વાળી કોથળીઓ નંગ.૧૦ દેશીદારૂ લી.૫૦ કિ.રૂ.૧૦,૦૦૦ નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખનાર સુરજ સુખાભાઇ સોલંકી (ઉવ ૨૧) નામના આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


