માળીયાના મોવર ટીંબા પાછળથી દેશી દારૂ અને આથો જપ્ત: આરોપીની શોધખોળ


માળિયા (મિ)નાં મોવર ટીંબા પાછળ નદીના કાંઠે બાવળના જુંડમાં પોલીસને દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા માળિયા (મિ) પોલીસે આરોપીને શોધવા તજવીજ શરુ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મિ) પોલીસે બાતમીના આધારે મોવર ટીંબા પાછળ નદીના કાંઠે બાવળના જુંડમાં તપાસ કરતા ત્યાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર રાખેલો દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૩૪૦૦ કિ.રૂ ૮૫,૦૦૦, દેશી દારૂ લીટર- ૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૦૫,૦૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી બિલાલ દાઉદભાઇ ભટ્ટી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા માળિયા (મિ) પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

