

વીરપરડા ગામે કુવાનું પાણી આશ્ચર્યજનક રીતે હાલકડોલક થતું જોવા મળ્યું હતું અને ચાર પાંચ દિવસ સુધી આવું ચાલ્યા કરતા સમાચાર સ્થાનિક જ નહિ રાજ્ય અને રાષ્ટ્રીય મીડિયામાં ચમક્યા હતા અગાઉ મોરબી જીઓલોજીસ્ટ અધિકારીએ મુલાકાત લીધા બાદ આજે ગાંધીનગરની ટીમ પણ સ્થળ તપાસ માટે આવી હતી
વીરપરડા ગામમાં આવેલ પ્રાણજીવનભાઈ સાદરીયાની માલિકીના કુવામાં રવિવારથી પાણી હાલકડોલક થતું હતું અને સમગ્ર ઘટના પંથકમાં છવાઈ જતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અગાઉ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરે સ્થળની મુલાકાત લીધી હતી અને કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટીવીટી ના હોવાની સ્પષ્ટતા કરી હતી પાણી હલનચલન અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે ભૂગર્ભ જળ રીચાર્જ થતું હોય, પાણી જમીનમાં ઉતરે છે ત્યારે ખડકોના સ્તરો વચ્ચે રહેલી જગ્યામાં હવા દબાણપૂર્વક બહાર આવે છે હવા બહાર આવવી અને વધુ પડતા પવનની ગતિને કારણે કુવાનું પાણી હલી રહ્યું હોવાનું માલૂમ પડે છે તો જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરેએ પણ નાગરિકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી હતી જોકે આજે પાણી સ્થિર જોવા મળ્યું હતું અને હાલકડોલક થયું ના હતું
આજે ગાંધીનગરની ટીમે પણ કુવાની મુલાકાત લીધી હતી જલ શાસ્ત્રી એમ કે જસવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીપ રીસર્ચ કરો તો સાચું કારણ જાણી સકાય. એક ટીમ સંપૂર્ણ રીસર્ચ કરે, સતત મોનીટરીંગ કર્યા બાદ જ કારણ જાણી સકાય તેમ છે હાલ પાણી હલવાનું સ્પષ્ટ કારણ મળી શક્યું નથી