મોરબીમાં મોટી લોનની વિગતો છુપાવી ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી રકમ પડાવનાર એક ઝડપાયો 

દંપતી અને પુત્ર વિરુદ્ધ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ

 

મોરબીના રહેવાસી વૃદ્ધે પુત્ર અને માતા પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે ઓનલાઈન એપ્લીકેશન પર ફ્લેટ વેચવાની જાહેરાત કરી ફ્લેટ પર લીધેલી મોટી લોનનું રેકર્ડ છુપાવી ખોટા સાટાખત કરી અવેજમાં મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને ઝડપી લીધો છે

 

મોરબીના ગ્રીન ચોક નજીક નાની હનુમાન ડેરી પાસે રહેતા સુનીલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉ.વ.૬૯) વાળાએ આરોપીઓ પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે બધા આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં ૧૦૧, કાયાજી પ્લોટ મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૦૬-૨૫ ના રોજ મોબાઈલમાં ઓએલએક્સ એપ્લીકેશનમાં મોરબી રહેતા પાર્થ મહેતાએ જાહેરાત મૂકી હતી કે સેમી ફર્નીચર સાથેનો ફ્લેટ વેચવાનો છે જેનું સરનામું આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં ૧૦૧ કાયાજી પ્લોટ મોરબી શનાળા રોડ દર્શાવ્યું હતું જે ફ્લેટ રૂ ૫૦ લાખમાં વેચવાની જાહેરાત મૂકી હતી જેથી તે દિવસે ફરિયાદી અને દીકરો ભાવિન બંને સરનામે ગયા હતા અને જાહેરાત આપનાર પાર્થ , તેના પિતા મુકેશભાઈ અને માતા હીનાબેન ત્રણેય હાજર હતા

 

ફ્લેટ બતાવી ફૂલ ફર્નીચર હોય જેથી દીકરાને ગમી ગયો હતો અને ફ્લેટ પર કોઈપણ જાતની લોન છે કે ગીરવે મુકેલ છે તેવું પૂછતાં તેઓએ ના પાડી હતી ફલેટનો દસ્તાવેજ ઝેરોક્ષ નકલ બતાવી હતી અને ફ્લેટ કીમત રૂ ૫૦ લાખ કરી છેલ્લે ૪૧.૨૫ લાખમાં સોદો નક્કી કર્યો હતો જેથી રોકડ રૂ ૧૧,૦૦૦ ટોકન પેટે પાર્થભાઈના હાથમાં આપ્યા હતા બાકીના પૈસા પૈકી તા. ૨૭-૦૬-૨૫ ના રોજ સાંજે પ્રદીપભાઈ વાળાની ઓફિસે પાર્થ, મુકેશભાઈ અને હીનાબેન આવી ફ્લેટ પેટેના રૂ 3,૮૯,૦૦૦ અને એકાઉન્ટનો બેંક ઓફ બરોડાનો રૂ ૧૦ લાખનો ચેક આપ્યો હતો અને ઓફિસમાં નોટરી સર્ટીફીકેટ સ્ટેમ્પમાં કાયાજી પ્લોટ શેરી નં ૦૬ માં આવેલ હી.દ.ભે.લે. નં ૨૪૩ તા ૧૧,૦૪,૧૯૯૪ ના દીવારના લેખ્વાળી જગ્યા જે સીટી સર્વે કચેરી મોરબી વોર્ડ નં ૦૩ શીટ નંબર ૨૧૮ સીટી સર્વે નં ૨૪૩૪ થી નોંધાયેલ ચો.મી. ૩૪૪-૮૫ ક્ષેત્રફળની જગ્યામાં આવેલ આશુતોષ હાઈટ્સ બિલ્ડીંગ બાંધેલ જેમાં પ્રથમ માળે આવેલ ફ્લેટ નં ૧૦૧ જેનો કુલ બિલ્ટ અપ એરિયા ૧૦૦ મીટર આશરે ૯૭ પૈકી ૫૪ વાળો ફ્લેટ ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પપર પર સોદાખત કરી આપ્યું

બાકીના રૂપિયા ૨૭,૨૫,૦૦૦ ત્રણ મહિના બાદ ફલેટનો દસ્તાવેજ કરતી વખતે આપવાનું નક્કી કર્યું હતું ફ્લેટ દસ્તાવેજ બાબતે તા. ૨૭-૦૯-૨૫ ના રોજ ત્રણ માસ પૂર્ણ થતા પાર્થ મહેતાને ફોન કરી કહ્યું કે આપણે નક્કી થયેલ મુજબ ત્રણ મહિનાનો ટાઈમ પૂર્ણ થયો છે ફલેટનો દસ્તાવેજ કરી આપો જેથી થોડા દિવસોમાં કરી આપશું કહ્યું હતું પરંતુ ચાર પાંચ મહિના રાહ જોઈ અને દસ્તાવેજ બાબતે પાર્થના ફ્લેતે ગયા જ્યાં પાર્થ, માતા હીનાબેન અને પિતા મુકેશભાઈ હાજર હતા અને વાત કરતા જણાવ્યું કે તમને જે ફ્લેટ વહેંચ્યો છે તેના ઉપર કેપ્રી ગ્લોબલ ફાઈનાન્સમાંથી આશરે રૂ ૩૨ લાખની લોન લીધી છે જે લોન ટૂંક સમયમાં ભરી તમને દસ્તાવેજ કરી આપશું શંકા જતા તપાસ કરાવી જેમાં જાણવા મળ્યું હતું કે ફ્લેટ નં ૧૦૧ વાળો ફ્લેટ સાતમાં માળે રહેતા ચેતનાબેન નરેશભાઈ જોષીને પણ સોદાખત કરેલ છે તે પહેલા ૪૭ લાખમાં વહેચ્યો અને બાનાખટ પેટે રૂપિયા ૨૯ લાખ લઇ ફરિયાદીને જે ફ્લેટનું સોદાખત કરી આપેલ તે જ રીતે તેને પણ સોદાખત કરી આપ્યું છે આમ પુત્ર અને માતાપિતાએ પોતાના ફ્લેટ પર લોન લીધી હોય અને અલગ અલગ જગ્યાએ વેચાણ કરવા સોદાખત કરી આપેલ હોય અને તે ફ્લેટ વેચવા ઓએલએક્સ પર જાહેરાત આપી ફરિયાદી અને અન્ય સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી પાર્થ મહેતાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.