માળિયાના મોટા દહીસરા ગામ નજીક શ્રીજી શીપીંગના પ્લોટમાંથી લોખંડના સળિયાની ચોરી



માળિયાના મોટા દહીસરા ગામ નજીક શ્રીજી શિપિગના પ્લોટમાંથી લોખંડના સળિયાની ચોરી થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સદાસિવ ગેસ્ટ હાઉસમાં રહેતા આરીફભાઈ શબ્બીરઅહેમદ ચૌધરી એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની કંપનીના મોટા દહીસરા નવલખી રોડ પર શ્રીજી શીપીંગના પ્લોટમાં કાપીને રાખેલ અલગ અલગ સાઈજના લોખંડના સળિયા આશરે બે ટન જેની અંદાજે કીમત રૂ.૯૫૦૦૦ ની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી પ્રવીણભાઈ રામજીભાઈ કણઝારિયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.