



મોરબી મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા કમિશ્નરની ઉપસ્થિતિમાં ફૂડ સેફટી અંગે જાગૃતિ સંબંધિત મીટીંગ યોજાઈ હતી બેઠકમાં મોરબીના ખાણીપીણીના નાના મોટા ધંધાર્થીઓ સહભાગી થયા હતા જેમાં ફૂડ લાઈસન્સ અને ખોરાકમાં હાઈજેનીક બાબતો જળવાઈ રહે તે સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી
મનપાની ફૂડ શાખા દ્વારા ઇસ્ટ ઝોન ઓફિસે ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી બેઠકમાં શહેરના કરિયાણા વેપારીઓ, મિષ્ટાન-ફરસાણના વેપારીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલ ધંધાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર મીટીંગમાં તમામ વેપારીઓને ખાદ્ય પદાર્થોની જાળવણી હાઈજેનીક બાબતો વાસી ખોરાકનું વેચાણ અટકાવવું સહિતની બાબતે જાણકારી આપવામાં આવી હતી તમામ વેપારીઓ સ્વચ્છતા જાળવે તે માટે તાકીદ કરી હતી ફૂડ શાખાની બેઠકમાં કમિશ્નર સ્વપ્નીલ ખરે, આરોગ્ય શાખાના અધિકારી રાહુલભાઈ કોટડીયા, રાજ્ય સરકારના ફૂડ સેફટી ઓફિસર નીરવભાઈ ડી ચોધરી, ફૂડ સેફટી ઇન્સ્પેકટર હિમાનીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા

