કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવતીને પ્રેમ પાંગળ્યો, યુવાને લાભ લઇ લાખો પડાવ્યા

 

મોરબીમાં યુવતીને પ્રેમ સંબધમાં ફસાવીને યુવાને ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી કટકે કટકે રૂપિયા બે લાખ અને એક મોબાઈલ પડાવી લીધા હતા પણ અંધ પ્રેમીને છતાં પણ સંતોષના થતા દીકરીની સગાઇ ના થવા દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

 

મોરબીમાં રહેતા પરિવારની દીકરી શાળામાં અભ્યાસ પૂર્ણ થયા બાદ કોલેજમાં અભ્યાસ માટે જતા ડેનીશ મણીલાલ મૂંદડીયા રહે-વીરપર ટંકારા પ્રેમ પાંગળ્યો હતો અને કોલેજ કાળ દરમિયાન બંનેના સાથે હોવાના ફોટાઓ મોબાઈલના કેમેરામાં કેદ થયા બાદ ત્રણેક વર્ષના પ્રેમ સબંધમાં આરોપી ડેનિસે દીકરીના ફોટાઓ વાઈરલ કરી દેવાની ધમકી આપી ભોગબનનાર દીકરી પાસેથી કટકે કટકે રોકડ રૂપિયા બે લાખ અને એક સેમસંગ ફોન મળી કુલ રૂપિયા આશરે ત્રણેક લાખ ડેનિસે મેળવી લઇ તે પોતે પરણિત હોવા છતાં ભોગબનનાર દીકરીની સગાઇ ના થવા દેવાની ગુન્હિત ધમકી આપતો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે

Leave A Reply

Your email address will not be published.