



મોરબીના બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આવેલ રાધે પ્લાસ્ટિક નામના કારખાનામાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ટીમે દરોડા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બેલા ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે આવેલ કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયાના રાધે પ્લાસ્ટિક નામના કારખાનામાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા કલ્પેશભાઈ ડાયાભાઇ કારાવડીયા, જીતેન્દ્રભાઈ અંબારામભાઈ ફેફર, સંજયભાઈ રામજીભાઈ કાસુન્દ્રા, મનસુખભાઈ ત્રિભોવનભાઈ દેત્રોજા, અમિતકુમાર દીપકભાઈ ગઢિયા અને ગોપાલભાઈ વાલજીભાઈ પરમારને રોકડ રકમ રકમ રૂ.૧૯,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે