


મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસની ટીમે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નાની વાવડી ગામે મનસુખભાઈ નાથાભાઈ પડ્સુબીયાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા મનસુખભાઈ નાથાભાઈ પડસુબીયા, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી, રામભાઈ બાબુભાઈ ઝીલરિયા, દુર્લભજીભાઈ મોહનભાઈ રૂપાલા, ચંદુલાલ નરસીભાઈ સંધાણી, રમેશભાઈ હર્ષદભાઈ કુંભારવાડિયા અને ભુપતભાઈ મોહનભાઈ ગોગરાને રોકડ રકમ રૂ.૬૫૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે