


મોરબી માળિયા હાઈવે પર કારના ચાલકે બાઈકને ઠોકર મારી દેતા ચાલકને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના પીપળી ગામ નજીક શિવપાર્ક ૨ માં રહેતા ધીરજભાઈ છગનભાઈ નાગડુકિયા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પુત્ર અશ્વિનભાઈ (ઉ.૨૮) પોતાનું મોટર સાઈકલ પલ્સર જીજે ૩૬ એ જી ૮૦૬૦ લઈને મોરબી માળિયા હાઈવે પર હતો હોય દરમિયાન ફન હોટલ નજીક પહોચતા આજનું કારના ચાલકે પુર ઝડપે આવીને મોટર સાઈકલને હડફેટે લઈને અકસ્માત કરી કાર ચાલવી નાશી ગયો હતો તો અશ્વિનભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે