

શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ અને સંસ્કાર ફીઝીયોકેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૬ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ સુધી ફ્રી ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં મગન અને મણકાના નિષ્ણાંત ડો. કેશા શાહ (અગ્રવાલ) અને તેની ટીમ દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે
કેમ્પમાં નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ લાભ લઇ શકશે
૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,
૨.સાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી
૩.હાથ – પગ તથા મોઢાના લકવા – પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
૪.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર
૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો
૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી..
કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૮૧૬૦૨ ૮૨૪૫૬ અને ૯૯૭૯૪ ૩૫૪૯૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે દર્દીઓએ ફાઈલ, એક્સ રે તથા રીપોર્ટ સાથે લાવવા જણાવ્યું છે અને રજીસ્ટ્રેશન કરાવનાર દર્દી જ કેમ્પનો લાભ લઇ શકશે


