

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામે પરિવાર ખેતીકામ કરવા ગયો ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દોઢ લાખના ચાંદીના સાંકળા અને રોકડ સહીત રૂ ૧.૬૦ લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના કોઠારિયા નવા પ્લોટ વિસ્તારના રહેવાસી ઉસ્માનગની મહમદ માથકીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ વાડી વાવવા રાખી હોય જ્યાં ખેતીકામ કરવા ગયો હતો બાદમાં પત્ની જેનમ, દીકરી શફીનાને દીકરો સોહરાબ વાડીએ મૂકી ઘરે પરત ગયો હતો અને સવારના તૈયાર થઈને મકાનને તાળું મારી દીકરો સોહરાબ મોરબી જય ગણેશ શો રૂમમાં નોકરી કરે છે ત્યાં નોકરીએ જતો રહ્યો હતો આશરે સાડા અગિયાર પોણા બાર વાગ્યે પત્ની અને દીકરી બંને વાડીએથી કોઠારિયા ઘરે જતા રહ્યા હતા અને દીકરી શફીનાંનો ફોન આવ્યો કે પપ્પા તાત્કાલિક ઘરે આવો અને ગભરાયેલ હાલતમાં હોવાથી વાડીએથી નીકળી ઘરે ગયો હતો ઘરે જોયું તો મકાનની ઓસરીના દરવાજાનું તાળું લાગ કરી તોડી નાખ્યું હતું બે રૂમ પૈકી ડાબી બાજુના રૂમમાં ઘરવખરી અને કીમતી સામાન રાખતા હતા
જે રૂમમાં કબાટના ખાનામાં રાખેલ પત્નીનો સોનાનો હાંસડી હાર આશરે ૩ તોલા, સોનાની એક હાથની પોંચી આશરે ૨.૫ તોલા અને સોનાની વીંટી તેમજ સોનાની કાનની એરિંગ સેર આશરે ૧.૫ તોલા તેમજ ચાંદીના બે જોડી સાંકળા જેનું વજન ૩૮ ગ્રામ સહિતના દાગીના અને રોકડ રૂ ૧૦,૦૦૦ જોવા મળ્યા નહિ આમ ઘરમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ ૧.૬૦ લાખની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચાલવી છે