


હળવદ પોસ્ટ ઓફીસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓ ઉત્સાહ પુર્વક રક્તદાન કર્યું હતું,
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતીય નાગરિકોની સેવામા 170 વર્ષ પૂર્ણ કરેલ છે. તેની ઉજવણીના ભાગરૂપે માનનીય એસ આર મિસ્રી સુપ્રિટેન્ડેન્ટ સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનમા અલગ અલગ 6( છ) જગ્યાએ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધ્રાંગધ્રા સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ દેસાઈ દ્વારા રક્તદાન મહાદાન અને માનવ સેવા એજ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરવા હળવદ પોસ્ટ ઓફિસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારના 09.00 થી 12.00 તથા ધ્રાંગધ્રા પોસ્ટ ઓફિસ ખાતે 01.00થી 04.00 એમ બંન્ને ઓફિસમાં અલગ અલગ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોસ્ટલ સ્ટાફ તથા હળવદ/ધ્રાંગધ્રાની જનતાને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામા આવી હતી.
આ બંન્ને શિબિર 40 રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. વી.ટી.ઠાકોર માર્કેટિંગ એકસ્યુકિટિવ અજયસિંહ ઝાલા પ્રભુભાઈ સિંધવ તથા હળવદ/ધ્રાંગધ્રા તમામ પોસ્ટલ સ્ટાફ દ્રારા સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી


