હળવદના સામજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ અંગદાનનો સંકલ્પ કર્યો

એક વ્યક્તિના અંગદાન થકી ૫ થી ૬ વ્યકિતના જીવનમાં અજવાળા પથરાય છે "યુવાનીમાં રક્તદાન મૃત્યુ બાદ દેહદાન" સૂત્ર ને ચરિતાર્થ કરતા સેવાભાવી નવયુવાન તપન દવે

 

હળવદના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તપનભાઈ દવે એ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી અંગદાન અંગે ભારત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની  http://www.nottoabdm.gov.in  પર જઈને અંગદાન માટે પ્રતિજ્ઞા લઈ અને પોતાના અંગો જેવા કે લીવર, કિડની, હ્રદય, ફેફસાં, આંખો, સ્વાદુપિંડ સહિત વિવિધ અંગોનું દાન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી અને અન્ય લોકો ને પણ અંગદાન માટે સંકલ્પ લેવા માટે અનુરોધ કરીને “અંગદાન મહાદાન” તથા “માનવ સેવા એજ પ્રભુ સેવા” સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે

તપનભાઇ એ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે દેહદાન અને અંગદાન આ બે પ્રકારે આપણે દાન કરી શકીએ છીએ. દેહદાનનો સંકલ્પ કર્યો હોય તે વ્યક્તિનું કુદરતી રીતે મૃત્યુ થાય એટલે તેને નક્કી કરેલી મેડિકલ કોલેજ માં દેહદાન કરવાનું રહે છે જેનાથી મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેહદાન કરનાર નું શરીર અભ્યાસ માટે ઉપયોગી બને છે અને આંખો નું દાન થઈ શકે છે. કોઈ વ્યક્તિને બ્રેઈન સ્ટોક અથવા હેમરેજ થાય ત્યારે તેને આઇ.સી.યું માં દાખલ કર્યા હોઈ અને તે વ્યક્તિ ને બચાવવા માટે ના પ્રયત્નો સફળ ન થાય ત્યારે ડોક્ટર્સ દ્વારા એપેનીયા ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટ જો પોઝિટિવ આવે તો એ નક્કી થાય છે કે આ વ્યક્તિ બ્રેન ડેડ છે અને કોઈ પણ જ સારવાર કારગત ન નીવડે તેવા સંજોગોમાં પરિવારજનોની સંમતિથી વિવિધ અંગોનું દાન કરવામાં આવે છે અને આ અંગો જે વ્યક્તિ ને જરૂર છે તે વ્યક્તિ માં પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક વ્યક્તિનાં અંગદાનથી અન્ય ૫ થી ૬ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય છે. અંગદાન એક એવું દાન છે કે તમે જેને ઓળખતા પણ નથી પરંતુ તે વ્યક્તિ પોતાના અંગો ડેમેજ થવાથી પીડાય રહ્યા હોય તે અંગો પ્રત્યારોપણ માટે જે તે વ્યક્તિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સંસ્થા NOTTO અને SOTTO દ્વારા નક્કી કરેલ પ્રાયોરીટી પ્રમાણે કોઈ જ પ્રકારની લાગવગ વિના ઉપલબ્ધ થતા હોય છે. જે વ્યક્તિને અંગનું દાન મળે છે તે વ્યક્તિ અને તેના પરિવારજનોના જીવન માં અંધકાર દૂર થઈ અને અજવાળા થાય છે ત્યારે અત્રે એ પણ સમજવાનું છે કે અંગદાન કરનાર વ્યક્તિનું અંગદાન થઈ ગયા પછી વ્યક્તિ નાસ્વર દેહની અંતિમ વિધિ પોતાની ધાર્મિક પરંપરા મુજબ કરી શકાય છે. અત્રે મહત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિ આકસ્મિક કારણોસર બ્રેઈન ડેડ જાહેર થાય ત્યારે જ અંગદાન કરી શકે છે. માટે ભારત દેશના દરેક નાગરિકે અંગદાન અંગે સંકલ્પ લેવો જોઈએ જેથી કોઈના જીવનમાં અજવાળા લાવવામાં નિમિત્ત બની શકીએ. ત્યારે આ સાથે આપેલ QR CODE ના માધ્યમથી અંગદાન અંગે દેશના કોઈ પણ નાગરિક સ્વેચ્છાએ અંગદાન માટે સંકલ્પ લઈ શકે છે અને અન્યના જીવન બચાવવામાં નિમિત્ત બની શકે છે.

“યુવાની માં રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન” સૂત્ર ચરિતાર્થ કરતા તપન દવે કે જેઓ અત્યાર સુધી માં ૩૮ વખત રક્તદાન કરી ચૂક્યા છે અને મૃત્યુબાદ અંગદાનનો સંકલ્પ લઈને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે

Leave A Reply

Your email address will not be published.