રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દવાખાને દિશા સૂચક બોર્ડ લગાડીને દર્દીઓને પડતી હાલકી દુર કરાઈ

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા  હળવદની એકમાત્ર  રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જેતે જગ્યાના અને વોર્ડના બોર્ડ નહીં હોવાથી તથા જુના પતરાં ના બોર્ડ ખૂબજ જર્જરિત થઈ ગયા હોવાથી દરદીઓને અગવડ પડતી હતી.એવું ત્યાંને ડોક્ટર મારફતે જાણવા મળતા રોટરીકલબ હળવદ દ્વારા  આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો.આખા દવાખાનામાં બધીજ જગ્યાએ બોર્ડ અને નકશો ફિટ કરીને દર્દીઓને પડતી મુશ્કેલીઓ હાલાકી દૂર થાય એવો એક નાનો પ્રયત્ન રોટરી કલબએ દુર કરી હતી.જે દિશા સૂચન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ પ્રોજેક્ટ નું ડોનેશન રાજેન્દ્રસિંહ રાણા તરફથી આપવામાં આવ્યું હતું.આ પ્રોજેકટ માં રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ,સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા,વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ,ટ્રેઝરર વાસુદેવભાઈ પટેલ ,પ્રેસિડેન્ટ ઇલેક્ટ રમેશભાઈ ઝાલોરીયા ,નરભેરામભાઈ અઘારા, ડો. બી. ટી. માલમપરા સાહેબ, સુરેશભાઈ દીક્ષિત, મનીષભાઈ દક્ષિણી, જયેશભાઈ કારિયા, ચંદુભાઈ વૈષ્ણવ હાજર રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.