



મોરબી એસઓજી ટીમ આજે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી નજીક જય ભવાની હોટલ સામે ટ્રક નં જીજે ૧૨ એટી ૮૬૭૨ અને જીજે ૧૨ એટી ૯૮૮૨ માં બીલ કે આધાર પુરાવા વગર કુલ ૩૪ ટન કીમત રૂપિયા ૩,૭૪,૦૦૦ નો લાકડીયો કોલસો ભરેલો હોય જેના આધારપુરાવા નહિ હોવાથી એસઓજી ટીમે ટ્રકના ચાલક મુસા ઈસ્માઈલ લારક મિયાણા (ઉ.વ.૪૦) વાળાને ઝડપી લીધો હતો જયારે અબ્દુલ ઈબ્રાહીમ મેમણ નામનો ટ્રક ચાલક નાસી ગયો હતો. એસઓજી ટીમે બંને ટ્રક કીમત રૂપિયા ૨૦ લાખ અને કોલસો મળીને કુલ ૨૩.૭૪ લાખનો મુદામાલ કબજે કરી ટ્રકના ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

