




મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રી નગર વિસ્તારમાં બાળકો વચ્ચે રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સમજાવવા ગયેલી મહિલા પર ચાર શખ્સોએ હુમલો કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી રોડ પર ગાયત્રી નગરમાં હનુમાન મંદિર વાળી શેરી માં રહેતા લક્ષ્મીબેન હીરાભાઈ ચોહાણએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ફરિયાદીના ૭ વર્ષીય દીકરા મિલન અને પ્રિન્સ વચ્ચે રમવા બાબતે ઝઘડો થતાં મિલન ફરિયાદ કરવા પ્રિન્સના ઘરે ગયો હતો, ત્યારે આરોપી પ્રિયાબેન ઉર્ફે પીયુ મુનાભાઈ નીમાવતે મિલનનો હાથ મચકોડ્યો હતો. ત્યારબાદ ફરિયાદી આરોપીના ઘરે સમજાવવા ગયા હતા, ત્યારે આરોપીઓ દીનાબેન મુનાભાઈ નીમાવત, પ્રિયાબેન ઉર્ફે પીયુ મુનાભાઈ નીમાવત, ભૂમીબેન મુનાભાઈ નીમાવત અને ભૂમીબેનના પતિ પ્રતિકભાઈએ બોલાચાલી કરી ફરિયાદીને ગાળો આપી હતી. તેમજ આરોપી પ્રિયાબેનએ ફરિયાદીના વાળ અને ગળું પકડી ગળામાં તથા બંને હાથે નખોરિયા ભર્યા હતા, જ્યારે બાકીના આરોપીઓએ પીઠના ભાગે ઢીકા મારી જાતિસૂચક અપમાનજનક શબ્દો કહી અપમાનિત કરી એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
