રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, મોરબી જીલ્લામાં ત્રણ નવી નિમણુક

 

ગુજરાત સરકારન મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં ફજર બજાવતા ૮૬ મામલતદાર વર્ગ ૨ સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે જેમાં ટંકારા મામલતદારની કચ્છ બદલી કરવામાં આવી છે જયારે મોરબી જીલ્લામાં ત્રણ નવા મામલતદારની નિમણુક કરવામાં આવી છે

 

રાજ્યમાં મામલતદાર બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ટંકારા મામલતદાર તરીકે કાર્યરત પ્રફુલચંદ્ર નરભેરામભાઈ ગોરની કચ્છના મુન્દ્રા મામલતદાર તરીકે બદલી થઇ છે જયારે મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંડિયાની ટંકારા મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે તે ઉપરાંત અમદાવાદના ધોળકામાં મામલતદાર તરીકે કાર્યરત લલિતકુમાર ડાભીની મોરબી કલેકટર ઓફિસમાં મામલતદાર તરીકે બદલી થઇ છે અમરેલી જીલ્લાના લીલીયા મામલતદાર તરીકે ફરજ બજાવતા હરેશ વાડાની મામલતદાર ઈલેકશન મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.