મોરબી નજીક ખેતરમાં મુકેલ પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

 

મોરબીમાં ખેડૂતે ખેતરમાં મુકેલ પાણી ખેંચવાની મોટરમાંથી ૨૦૦ ફૂટ જેટલો કોપર કેબલ અંદાજે કીમત રૂ ૧૫ હજારની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના રોહીદાસપરા મેઈન રોડ વિજયનગર ૧ માં રહેતા અને ખેત મજુરી કરતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૪) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા ચોર ઇસમેં ધુતારી નાલા પાસે ખરાબાની જગ્યા ફરિયાદીએ ખેતીની જમીન પાણી પિયત માટે મુકેલ ઓપનવેલ મોટરમાં લગાવેલ કોપર કેબલ વાયર અંદાજે ૨૦૦ ફૂટ કીમત રૂ ૧૫ હજારનો કાપી ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.