



ટંકારા પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે ડીટેઈન કરી વડોરા અને જુનાગઢ જેલ હવાલે કર્યા છે
ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબી સ્વપ્નીલ ખરેએ ગુનામાં સંડોવાયેલ આરોપી મચ્છાભાઈ પરબતભાઈ વરૂ રહે રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક અને મોમભાઈ કરમણભાઈ વરૂ રહે રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ વાળાના પાસા વોરંટ ઈશ્યુ કર્યા હતા જેથી ટંકારા પોલીસની ટીમો બનાવી બંને ઇસમોને ઝડપી લઈને પાસા એક્ટ તળે ડીટેઈન કરી બંને ઇસમોને મધ્યસ્થ જેલ વડોદરા અને જુનાગઢ જેલ મોકલવામાં આવ્યા છે


