




શ્રી બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 29 મો સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ડિસેમ્બર મહિનામાં કરેલ છે. તો તમામ સભ્યોને વિનંતી કે જે બગથળાના વતની હોય અને મોરબીમાં રહેતા હોય તેમને પોતાના બાળકોની માર્કશીટની ઝેરોક્ષ કોપી નીચે જણાવેલ સ્થળે તા 5.12.2026 સુધીમાં પહોંચાડી આપવા વિનંતી ત્યાર બાદ કોઈપણ સભ્યની માર્કશીટ લેવામાં આવશે નહીં.
1 કિસાન મેડિકલ સ્ટોર સુપર માર્કેટ શનાળા રોડ મોરબી
2 પૂજા નોવેલટી સ્ટોર નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબી
3 નકલંક ટ્રેડર્સ આલાપ રોડ મનજી ભાઈ ઠોરિયા
4 કલ્પેશ ભાઈ મસોત આલાપ નગર
5 આનંદ સેલ્સ ધરતી ટાવર 1 ની બાજુમાં કિશન ભાઈ ઠોરિયા રાજા પાણી વાળી શેરી
6 મોહિત ભાઈ બાપલીયા કેપિટલ માર્કેટ બેંક ઓફ મહારાષ્ટ્ર ની બાજુમાં
તો આપ સર્વે ને વિનંતી કે જેમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા હોય તે પોતાના નામ ધરતી બેન બરાસરા પાસે લખાવી આપે.
બગથળા સોશિયલ ગ્રુપ બીજા બધા ગામ ના ગ્રુપ કરતાં એક વિશિષ્ટ પ્રકાર નું ગ્રુપ છે.કારણકે આ ગ્રુપ માં બગથળા ગામ ના મોરબી માં રહેતા દરેક જ્ઞાતિ ના સભ્યો છે.માટે આ ગ્રુપ સર્વ જ્ઞાતિ નું ગ્રુપ છે.તો બગથળા ગામના મોરબીમાં રહેતા તમામ સભ્યોને પોતાના બાળકોના માર્કશીટ આપી જેવા વિનંતી.
