અંદમાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ ઓલિમ્પિયાર્ડમાં ભરતનાટ્યમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ-યુનેસ્કો દ્વારા ગ્લોબલ એક્સલેન્સ એવોર્ડ

 

અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કો દ્વારા તા.12 થી 16 અંદમાનના શ્રીવિજયપુરમમાં (પોર્ટબ્લેરમાં) આંતરરાષ્ટ્રીય કક્ષાનો કલ્ચરલ ઓલિમ્પિયાર્ડ યોજાયો હતો. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલક ગોરધનભાઈ ગોરિયાની પૌત્રી તેમજ જાનકીબેન અને પ્રસાદભાઈ ગોરિયાની દિકરી શ્રી એ ભરતનાટ્યમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ તેમજ યુનેસ્કો દ્વારા ગ્લોબલ એક્સલેન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

શ્રી ની આ સફળતા પાછળ એમનાં કલાગુરૂ શ્રીમતી સુમનબેન શેઠની મહેનત રંગ લાવી અને સફળતા મેળવી છે. આ તકે મોરબીનું ગૌરવ વધારવા બદલ સગા-સંબંધી, આર્યતેજ પરિવાર અને શુભેચ્છકો દ્વારા શ્રી ને ખુબ આશિર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.