મોરબીના ખાટકીવાસમાં ગેરકાયદેસર કતલખાનું સીલ કરાયું

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના સામે મહાનગરપાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી એક દુકાન સીલ કરી છે.

ખાટકીવાસમાં ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની દુકાનો બંધ રાખવાના મહાનગરપાલિકાના આદેશ છતાં એક દુકાન ખુલી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે મહાનગરપાલિકાની ટીમે ખાટકીવાસની અચાનક મુલાકાત લીધી હતી, જ્યાં એક કતલખાનાની દુકાન કાર્યરત જોવા મળી હતી.

મહાનગરપાલિકાની ટીમે દુકાન સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવી ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું. જોકે, મહાનગરપાલિકાની ટીમે પોલીસના સહયોગથી દુકાન સીલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.