મોરબીમાં દબાણકારોને કમિશ્નરની તાકીદ, કાયમી માટે ધંધા બંધ કરાવી ફોજદારી કાર્યવાહી કરાશે

દબાણ-સફાઈ બાબતે મ્યુનીસીપલ કમિશનરે ફિલ્ડમાં ઉતરી કામગીરી ચકાસી સફાઈ બાબતે નાગરિકોને અપીલ, દબાણકારોને આખરી ચેતવણી આપી

 

મોરબીમાં મહાપાલિકા બન્યા બાદ સતત બે વર્ષ જેટલા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે અનેક સ્થળોએ દબાણ હટાવ્યા બાદ ફરી દબાણો ખડકાઈ જતા હોવાથી મ્યુનીસીપલ કમિશનરે લાલ આંખ કરતા આજે ફિલ્ડમાં ઉતરી બેઠા પુલ નીચે દબાણો દુર કરી દબાણકારોને આખરી ચેતવણી આપી છે અને હવે પછી દબાણ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે

 

મોરબીના બેઠા પુલ નીચે ઝુપડાના દબાણો એક માસ પૂર્વે હટાવવામાં આવ્યા હતા ગંદકી અને ટ્રાફિકનો પ્રશ્ન સર્જાતો હોવાથી રવિવારી બજાર બંધ કરાવી ઝુપડા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા જોકે હવે ફરી દબાણો ખડકાઈ જતા આજે મ્યુનીસીપલ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરની હાજરીમાં ઝુપડા સહિતના દબાણો દુર કરી દબાણ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે તે ઉપરાંત અનેક સ્થળોએ ધંધાદારી દબાણો ખડકાઈ જતા હોવાથી તેને પણ ચેતવણી આપતા જણાવ્યું છે કે અગાઉ માનવતાના ધોરણે માત્ર દંડ કરવામાં આવતો હતો હવે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને કાયમી ધોરણે ધંધા બંધ કરાવવામાં આવશે જેથી દબાણ કરનારાઓ સુધરી જજો તેમ જણાવ્યું છે

તે ઉપરાંત કમિશ્નર દ્વારા વોર્ડ ૫ માં સફાઈ બાબતે કમિશનરે વિઝીટ કરી હતી કમિશ્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળી બાદ ૨ બાબતો પ્રાયોરીટીમાં રાખવામાં આવી છે જેમાં સફાઈ અને દબાણ હટાવો ઝુંબેશ અંગે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમજ નવ ગ્રામ પંચાયતો જે કોર્પોરેશનમાં ભળી છે તે પંચાયતોની મુલાકાત લઈને દબાણો, જર્જરિત ઈમારતો, સફાઈ પ્રશ્નો અંગે સ્થાનિક કોર્પોરેટર અને કમિટી ચેરમેન સાથે ચર્ચા કરી વિકાસકાર્યો અંગે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે

મહેન્દ્રનગર અને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને સફાઈ મામલે નાગરિકોને અપીલ કરવામાં આવી છે તો બેઠા પુલ નીચે ઝુપડીના દબાણો અંગે જણાવ્યું હતું કે અગાઉ ૩-૪ વખત ડ્રાઈવ કરી દબાણો હટાવ્યા છતાં ફરી આવી જાય છે જેથી કડક સુચના આપી હવે દબાણો કરવામાં આવ્યા તો ફોજદારી કાર્યવાહી કરવા જણાવી દેવામાં આવ્યું છે તેમજ ધંધાદારી દબાણો કરનાર સામે ફોજદારી કાર્યવાહી અને કાયમી ધંધા બંધ કરાવવા સુધીના પગલા લેવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.