મહાનગર પાલિકાના વેસ્ટ કલેક્શનમાં ચાલતી હતી બાળ મજૂરી: શ્રીજી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો

મોરબીમાં બાળ શ્રમ અને તરૂણ કામદાર પ્રતિબંધક કાયદાનો ભંગ કરી કોન્ટ્રાક્ટમાં સગીર વયના બાળ મજૂરો પાસે કામ કરાવવાનો મામલો સામે આવ્યો છે. સરકારી શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના શ્રમ અધિકારીએ શ્રીજી એજન્સીનાં માલિક રમેશચંદ્ર ખિમાભાઇ ઝોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે GJ-5 ઢોસાની દુકાન પાસે,ડી-માર્ટ પાસેના વિસ્તારમા, સામેકાંઠે શ્રીજી એજન્સી ખાતે તપાસ કરતા આરોપીની એજન્સી દ્વારા મોરબી મહાનગરપાલિકામાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન (કચરો એકત્ર કરવા)ના ચાલતા કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોની વિરુદ્ધ જઈને ૧૪ વર્ષથી ઓછી વય ધરાવતા બાળ શ્રમયોગી પાસે કામ કરાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.