ઉછીના રૂપિયા આપવાની ના પાડતા યુવક પર હુમલો, જડબુ તોડી નાખ્યું

મોરબીનાં મહેન્દ્રનગર સ્મશાન પાછળના વિસ્તારમાં રૂપિયા પાંચ હજાર ઉછીના ન આપવા બાબતે બોલાચાલી થયા બાદ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ફરિયાદી મિનાબેન અજીતભાઈ હળવદીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીના દીકરા સંજય પાસે આરોપી અમીત ભરતભાઈ હળવદીયાએ રૂપિયા પાંચ હજાર ઉછીના માંગ્યા હતા. સંજયે રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ તેને મોઢાના ભાગે ઢીકાપાટુનો માર મારી ડાબા જડબામાં ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરિયાદી તથા ફરિયાદીના દીકરા સંજયને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી પોલીસે સમગ્ર મામલાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.