મોરબીની મચ્છીપીઠ વિસ્તારમાં મકાનમાં જુગાર રમતા ૮ શખ્સો ૬૨,૭૦૦ રોકડ સાથે ઝડપાયા

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવીને તીનપતીનો હારજીતનો જુગાર રમી-રમાડી રહેલા ઇસમો પર પોલીસે દરોડો પાડી મકાનમાલિક સહિત કુલ ૮ શખ્સોને ઝડપી પાડ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા જુસબભાઈ ઉર્ફે જુસો ગુલમામદભાઈ મોવર નામના શખ્સે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી જુસબભાઈ મોવર, ફિરોજભાઈ મહમદહુશેનભાઇ ખોરમ, પ્રફુલચંદ્ર ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા, મુનવરભાઈ અનવરભાઇ મિનીવાડીયા, વિપુલભાઈ દલીચંદભાઇ વરમોરા, ઇમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઇ મોવર, સલમાનભાઈ ઇબ્રાહીમભાઇ પઠાણ અને ગીરધરભાઈ ઠાકરશીભાઇ બારૈયા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાનાના પત્તા તથા જુગારના રોકડા રૂપિયા ૬૨,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ ૮ આરોપીઓની અટકાયત કરી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.