

૩૧/૧૦/૨૦૨૬ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને અખંડિતતાની ભાવના વધુ દ્રઢ કરવાના હેતુસર રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત મોરબી જિલ્લાના ૫ તાલુકાઓના કુલ ૩૬૦ ગામોમાં ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી અન્વયે મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં સવારે ૦૭:૦૦ કલાકે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શનાળા રોડ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) યોજાશે, જ્યાં સૌ નાગરિકો દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરવામાં આવશે.