

શહેરના આંબેડકરનગર વિસ્તારમાં સમું જોવા બાબતે એક ઇસમેં યુવાન સાથે મારામારી કરી માથામાં ઈંટ વડે ઈજા કરી હતી તેમજ ઝપાઝપી કરી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના આંબેડકરનગર શેરી નં ૫ માં રહેતા કાર્તિક અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૮) નામના યુવાને તેના જ વિસ્તારના રહેવાસી આરોપી ભાવિન ઉર્ફે પીન્ટુ વિક્રમ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપી સમું જોતા સારું નહિ લાગતા સમું જોવા બાબતે જાહેરમાં બેફામ ગાળો આપી બજારમાં પડેલ ઈંટ વડે ફરિયાદી કાર્તિકને માથામાં મારી ઈજા કરી હતી તેમજ ઝપાઝપી કરી શરીરે માર મારી મુંઢ ઈજા કરી હતી અને યુવાનને બચાવવા જતા અન્ય એક વ્યક્તિને હાથ અને શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે