અમરેલી રોડ પર ઓરડીમાંથી ૧૫૮૫ બોટલ દારૂ-બીયરનો જથ્થો જપ્ત, બે ભાઈઓની શોધખોળ

 

અમરેલી રોડ પર આવેલ ઓરડીમાં બાતમીને આધારે રેડ કરી પોલીસે રૂ ૨.૮૮ લાખની કિમતનો ૧૫૮૫ બોટલ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા અમરેલી રોડ પર દશામાં મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા આરોપીઓની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીઓની ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરનો જથ્થો મળીને કુલ નંગ ૧૫૮૫ કીમત રૂ ૨,૮૮,૨૫૩ નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે આરોપીઓ રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચણીયા અને કિરીટ બાબુભાઈ અગેચણીયા રહે બંને વિસીપરા અમરેલી રોડ દશામાં મંદિર પાસે વાડી વિસ્તાર વાળાના નામો ખુલતા આરોપી બંધુઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.