વિજયાદશમીના પાવન પર્વે મોરબી પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

 

અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પાવન અવસરે આજે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું

 

મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે જીલ્લા પોલીસ પરિવારનો શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ, ડીવાયએસપી જે એમ આલ, વિરલ દલવાડી અને કે પી પરમાર તેમજ પોલીસ ઇન્સ્પેકટર, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું વિધિવત શસ્ત્ર પૂજન વિધિ કરવામાં આવી હતી અને દશેરા પર્વની ઉજવણી કરી હતી

 

Leave A Reply

Your email address will not be published.