


વાંકાનેર તાલુકાના લાકડધાર ગામમાં શાળામાં થયેલી બોલચાલીનો ખાર રાખી ઝઘડો થયો હતો જેમાં ચાર ઇસમોએ લાકડીના ઘા મારી પૌઢને ઈજા કરી હતી તેમજ દીકરાને પણ માર માર્યો હતો પિતાપુત્રને માર મારનાર ચાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના લાકડધાર ગામે રહેતા મગન ભલાભાઈ અણીયારીયાએ ગામમાં રહેતા આરોપીઓ બાબુ સાદુર માલકીયા, મહેશ રાજુ માલકીયા, રણજીત સાદુર માલકીયા અને કેતન વલ્લભ માલકીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પૌત્ર જેનીશ (ઉ.વ.૦૮) વાળાને આરોપી બાબુભાઈના ભાઈ કાનાભાઈના દીકરા સાથે શાળામાં બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓ લાકડધાર ગામે આવેલ માતાજીના મઢ પાસે બોલાચાલી કરી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી
બાદમાં ફરિયાદી પોતાના માતાજીના મઢે જતા હતા ત્યારે પાછળથી આરોપીઓ રણજીત અને કેતન આવી ઝઘડો કરી માથામાં લાકડીનો ઘા મારી માથામાં ઈજા કરી હતી અને દીકરા દશરથ વચ્ચે પડતા કેતને ઢીકા પાટું માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે