ટંકારાના હીરાપર નજીક કાર અને બાઈક અથડાતા બાળકનું મોત, માતાપિતા સહીત પાંચને ઈજા

 

ટંકારા તાલુકાના હીરાપર નજીક બાઈકમાં પરિવારના સભ્યો સહીત છ વ્યક્તિ જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકમાં આગળ બેસેલ માસૂમ બાળકનું મોત થયું છે જયારે માતાપિતા સહીત પાંચ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારાના જબલપુર પાટિયા સામે રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (ઉ.વ.૩૦) વાળાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના રોજ સાંજે ફરિયાદી સંજુ પોતાનું બાઈક જીજે ૩૩ ઈ ૭૯૭૩ લઈને સાથે પત્ની સુમિત્રા, દીકરી રવિના (ઉ.વ.૦૪), દીકરો કાર્તિક (ઉ.વ.૦૨) તેમજ સાથે કામ કરતા સેજલબેન વિકાસ મખોડીયા અને સેજલબેનનો દીકરો આર્યન (ઉ.વ.૦૧) એમ ત્રણ બાળકો સહીત છ લોકો બાઈકમાં જતા હતા ટંકારા હીરાપર મોટી કેનાલથી થોડે આગળ પહોંચતા અજાણ્યા ફોર વ્હીલ કારના ચાલકે બાઈકને પાછળથી અથડાવતા બધા નીચે પડી ગયા હતા જેમાં દીકરો કાર્તિક જમણી બાજુ પડી જતા કારનું ટાયર માથે ફરી વળતા ચગદાઈ જતા કાર્તિકનું મોત થયું હતું

તેમજ ફરિયાદી સંજુ, પત્ની સુમિત્રાન અને દીકરીને ઈજા પહોંચી હતી તેમજ સાથે આવેલા સેજલબેનને બંને ઘૂંટણમાં છોલછાલ જેવી ઈજા અને સેજલબેનના દીકરા આર્યનને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.