


ભવાની ચોકમાં ગરબી જોવા આવનાર માટે રાખેલી ખુરશીઓને ટક્કર મારી અકસ્માત સર્જી ભાગી જનાર સ્કોર્પીઓ કારના ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ભવાની ચોકમાં રહેતા કૈલાશભાઈ રમણીકભાઈ પલાણે સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એઆર ૧૫૪૭ ના ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ભવાની ચોકમાં ભવાની ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે તા. ૧૫ ના રાત્રીના ૧૦ થી ૧૦ : ૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદી તેમજ એક હોમગાર્ડના ભાઈ જેનું નામ ખબર નથી તે ભવાની ગરબી મંડળ પાસે હતા ત્યારે ગ્રીન ચોક તરફથી એક કાળા કલરની સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એઆર ૧૫૪૭ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ભવાની ચોક ગરબી પાસે પાથરેલ પ્લાસ્ટિક ખુરશીઓ પૈકી ચાર પાંચ ખુરશીઓ પર ગાડી ચડાવી ખુરશીઓ તોડી નાખી આશરે ૫૦૦ રૂપિયાનું નુકશાન કર્યું હતું અને નાસી ગયો હતો
બાદમાં મકરાણી વાસ તરફ જતા રોડ તરફ એક અન્ય કારને પણ ભટકાડી નુકશાન કર્યું હોય તેવી માહિતી મળી હતી કારને ટક્કર મારી આગળ જઈ પોતાની ગાડી મૂકી નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે