




વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા બે આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ દ્વારા રેંજના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ચાલુ તપાસના પકડવા પરના બાકી આરોપીને ઝડપી લેવા તા. ૦૧ થી ૧૫ ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વીકીયાણી (ઉ.વ.૩૮) રહે સરાયા તા. ટંકારાને વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી ઝડપી લીધો છે તેમજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી ગુનામાં આરોપી વિશાલ ભીખુભાઈ ઓળકીયા (ઉ.વ.૨૫) ઝીંઝુડા તા. ચોટીલા વાળાને વાંકાનેર નેશનલ હાઈવે રોડ વઘાસીયા ટોલનાકા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


