




શનાળા રોડ પર આવેલા સ્કાય મોલની બાજુમાં પૂજા વેલવેટની દુકાન પાસેથી એક યુવકનું રૂ. ૩૦,૦૦૦ ની કિંમતનું હોન્ડા કંપનીનું સીબી-સાઇન મોટરસાયકલ ચોરાઈ ગયું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી સંજયભાઇ કિશોરભાઇ કંઝારીયાનું જીજે-૩૬-એન-૪૦૨૨ નંબરનું ૨૦૧૯ મોડેલનું કાળા તથા લાલ કલરના પટાવાળું મોટરસાયકલ ગત તા. ૦૫/૧૧/૨૦૨૬ ના રાત્રે શનાળા રોડ, સ્કાય મોલ ની બાજુમા પુજા વેલવેટ ની દુકાન પાસે પાર્ક કરેલું હતું. જ્યાંથી કોઈ પણ જાતની પરવાનગી કે સહમતી વગર અજાણ્યા ચોર ઇસમે બાઈકની ચોરી કરી લીધી હતી. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
