મોરબીમાં રાજ્ય સેવક અવરોધ અને પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ ઝડપાયા

મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજ્ય સેવકને અવરોધ કરવાના ગુન્હામાં થતા પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકના રાજ્ય સેવકને અવરોધ કરવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડાને હળવદના ચરાડવા ગામેથી ઝડપી પાડ્યો હતો જ્યારે માળિયા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી તૈયબભાઈ ગુલમામદ માણેક ને માળિયાની ભીમસર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો તો મોરબી તાલુકાના પોલીસ મથકના પ્રોહીબીશનના ઈરફાનભાઈ વલીમામદ કટારીયાને ટંકારાના લતીપર ચોકડી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.