વાંકાનેરના મહિકા નજીક કારમાંથી ૯૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

મહિકા ગામ નજીકથી ક્રેટા કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ૯૫૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૫.૯૫ લાખનો મુદામાલ કબજે લીધો છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ક્રેટા કાર જીજે ૦૭ ડીએ ૮૦૩૦ વાળી કારમાં દેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવી વાંકાનેર જવાનો છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને મહિકા ગામ નજીક કાર રોકવા ઈશારો કરવા કાર ઉભી રાખી ના હતી અને કારનો પીછો કરી મહિકા ગામના પુલ પાસે ખાનગી વાહનથી કોર્ડન કરી ઉભી રખાવી હતી

 

જે કાર ચેક કરતા ૯૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૯૦,૦૦૦ મળી આવતા દારૂ, કાર કીમત રૂ ૪ લાખ અને મોબાઈલ રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૫,૯૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રફીક ઉર્ફે રફ્લો હબીબ વીકીયાણી રહે ચંદ્રપુર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.