

ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂ ૫ નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂ ૪.૪૨ લાખની રકમ ઓનલાઈન મેળવી લઈને પરત નહિ આપી વિશ્વાસઘાત-છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી પરષોતમભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.૪૬) વાળાએ મોબાઈલ નંબર ૯૬૧૨૭ ૧૦૬૬૩ ના ધારક અને ફેડરલ બેંક ખાતા નં. ૧૨૨૦૦૮૦૦૮૪૮૯૦૯૦ ના ધારક અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૦૫-૨૦૨૬ થી આજદિન સુધી ફરિયાદીએ Essae ડીજીટ્રોન્સ પ્રા. લી. કંપનીનું UPS ખરાબ થઇ જતા કંપનીએ UPS ગાંધીધામ ઓફિસે DTDC કુરિયર માધ્યમથી મંગાવ્યું હતું જે દસ દિવસ સુધી ડીલેવરી ન મળતા ફરિયાદીએ DTDC કુરિયરનો ગુગલમાંથી કસ્ટમર કર નંબર ૯૬૧૨૭ ૧૦૬૬૩ મેળવી કોલ કર્યો હતો
આરોપીએ આપેલ લિંકમાં ફરિયાદીએ કંપનીનું એડ્રસ અને પીનકોડ ઓનલાઈન સબમિટ કરી રૂ ૫ નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું બાદમાં ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ રૂ ૪,૪૨,૦૦૫.૯૦ RTGS અને IMPS ઓનલાઈન મેળવી નાણા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હ્ચે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે