મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે


મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા કચ્છના ઈસમને મોરબી એલસીબી ટીમે પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કર્યો છે
મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા બુટલેગર સામે એલસીબી ટીમે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ દીપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઈ પટણી (ઉ.વ.૩૭) રહે ચિત્રોડ તા. રાપર કચ્છ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરેલ જેથી એલસીબી ટીમે દીપેશ પટણીને ગળપાદર જેલમાં જામીનમુક્ત થતા મોરબી એલસીબી કચેઈ લાવી પાસા એક્ટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કર્યો છે