

ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર રાખેલ ૧૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર ફૂલવાડી વિસ્તારમાં રહેતા સુનીલભાઈ રમેશભાઈ દંતેસરીયા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચ કે ગત તા. ૨૫ ઓગસ્ટના રાત્રીના સાડા બારથી સવા બે વાગ્યાના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એડી ૨૫૯૭ કીમત રૂ ૧૫ હજાર વાળું ઘર સામે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે